Fashion News: ચાંદીની વીંટી, પગની પાયલથી લઇને બીજી વસ્તુઓ કાળી પડી ગઇ છે? આ ટિપ્સથી મિનિટોમાં ચમકાવો

admin
3 Min Read

Tips to clean silver items at home: સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં ચાંદીની વસ્તુઓ હોય છે. મહિલાઓ ચાંદીના ઘરેણાં વધારે પહેરતી હોય છે, જેમાં ખાસ કરીને પગમાં પાયલ અને વીંટી મુખ્ય છે. આ સિવાય ઘરના પણ આપણે ચાંદીની મૂર્તિઓ મુકતા હોઇએ છીએ. પરંતુ ચાંદી ધીરે-ધીરે ડલ એટલે કે કાળુ પડવા લાગે છે. આ ચાંદી પહેરવામાં અને ઘરમાં મુકવામાં ખરાબ લાગે છે. આ માટે ચાંદીની વસ્તુઓ સમય પર ક્લિન કરવી ખૂબ જરૂરી હોય છે. જો કે અનેક લોકોની ફરિયાદ હોય છે કે ચાંદીના ઘરેણાં તેમજ વસ્તુઓ ઘરે સાફ થતી નથી અને કાળાશ રહી જાય છે. આ સાથે સમય પણ વધારે લાગે છે. આમ તમે આ ટિપ્સથી ચાંદીની ચમકાવશો તો મિનિટોમાં સાફ થઇ જશે.

ટૂથપેસ્ટ

તમારા ઘરમાં પડેલી ચાંદીની વસ્તુઓ કાળી પડી ગઇ છે તો ટૂથપેસ્ટની મદદ તમે લઇ શકો છો. ટૂથપેસ્ટથી તમે સરળતાથી સાફ કરી શકો છો. આ માટે ચાંદીની વસ્તુ પર ટૂથપેસ્ટ લગાવો અને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ટૂથબ્રશની મદદથી હળવા હાથે ઘસો. આમ કરવાથી ચાંદીના વસ્તુઓ માત્ર 5 મિનિટમાં ચમકી જશે.

બેકિંગ સોડા

તમે ઇચ્છો છો તો બેકિંગ સોડાથી પણ ચાંદીની જ્વેલરી સરળતાથી ચમકાવી શકો છો. આ માટે બે ચમચી બેકિંગ સોડા અને એમાં જરૂર મુજબ વિનેગર નાખીને પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને મુલાયમ કપડા પર લો અને ચાંદી પર લગાવો. ત્યારબાદ ધીરે-ધીરે સાફ કરો. થોડી વારમાં ચાંદીની વસ્તુઓ ચમકાવા લાગશે.

લીંબુ

લીંબુનો ઉપયોગ સફાઇથી લઇને રસોઇનો સ્વાદ વધારવા માટે આપણે કરતા હોઇએ છીએ. ચાંદીની વસ્તુઓ પરની કાળાશ કાઢવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ માટે બેકિંગ સોડામાં લીંબુનો રસ નાખો અને મિક્સ કરો. પછી ચાંદીની વસ્તુઓ પર ટૂથબ્રશથી ઘસો. આમ કરવાથી મસ્ત ચકચકાટ થઇ જશે.

સાબુ અને ગરમ પાણી

ચાંદીની વસ્તુઓ પરથી કાળાશ દૂર કરવા માટે શેમ્પૂ તેમજ કોઇ પણ સાબુનો ઉપયોગ તમે કરી શકો છો. આ માટે સાબુ લો અને એને એક કપ ગરમ પાણીમાં નાખો. ત્યારબાદ ચાંદીની જે વસ્તુઓ કાળી થઇ છે એને 15 થી 20 મિનિટ માટે એમાં રહેવા દો. આમ કરવાથી કાળાશ દૂર થઇ જશે અને વાસણ ચકચકાટ થઇ જશો.

The post Fashion News: ચાંદીની વીંટી, પગની પાયલથી લઇને બીજી વસ્તુઓ કાળી પડી ગઇ છે? આ ટિપ્સથી મિનિટોમાં ચમકાવો appeared first on The Squirrel.

Share This Article