વડોદરા શહેરમાં મોડી રાત્રે ધોધમાર 2 ઇંચ કમોસમી વરસાદ પડતાં સમગ્ર શહેર જળબંબોળ બની ગયું હતું. પવનના સુસાવાટા સાથે વરસેલા વરસાદને પગલે શહેર તેમજ વડોદરા શહેર નજીક 15થી વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયો હતો. ભારે વરસાદને પગલે ખાણી-પીણીના ધંધાને અસર પહોંચી હતી. કમોસમી વરસાદને કારણે ચણા, કપાસ જેવા પાકને વ્યાપક નુકશાન થયું છે.કમોસમી વરસાદે ખેડૂતો ઉપર પડતા પર પાટુ માર્યું છે. મોડી રાત્રે વડોદરા શહેર સહિત જિલ્લાના કરજણ તાલુકામાં 25 મિ.મી., ડભોઇ 2 મિ.મી., ડેસર 11 મિ.મી., પાદરા 23 મિ.મી., વાઘોડિયા 6 મિ.મી., સાવલી 4 મિ.મી., અને શિનોર તાલુકામાં 27 મિ.મી., વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા સાથેના વરસાદને કારણે ચણા, કપાસ સહિત શિયાળુ પાકને ભારે નુકશાન થયું છે. ચોમાસાની સીઝનમાં પણ ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતો આ કુદરતી માર ભૂલ્યા નથી. ત્યાં મોડી રાત્રે ધોધમાર કમોસમી વરસાદ વરસતા શિયાળું પાકને પણ ભારે નુકસાન થયું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
