રાજકોટમાં એક જ કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોનાં ઉભા પાકમાં પાણી પાણી થઇ ગયું છે. ખેડૂતોને પાકનું ઘણું નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જેતપુરમાં 37 મિમી, પડધરી – 26 મિમી વરસાદ નોંધાયો છે. મોરબીમાં સાર્વત્રિક બે ઈંચ વરસાદ નોંધાયો છે. મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર, માળીયા મિયાણા પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.ઉલેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે 145 ટકા વરસાદ ખાબકતા 20થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ચોમાસાની વિદાય બાદ પણ સાયક્લોનની અસર વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતોની સ્થિતિ વધુ ગંભીર બની છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં ઊભા પાકને કરોડોનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અમદાવાદ જિલ્લાના આસપાસના ગામના ખેડૂતોનાં મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર સામે સર્વે કરી નુકસાન ભરપાઈ કરવાની માગ કરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -