બગસરાના સુડાવડ ગામે બેથી ત્રણ માનવભક્ષી દીપડા વસવાટ કરી રહ્યા છે. આ દીપડાઓએ અત્યાર સુધીમાં પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આથી વન વિભાગે પાંજરા મુકી દીપડાઓને પકડવા કવાયત હાથ ધરી હતી. આજે એક માનવભક્ષી દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનો એકઠા થયા હતા અને પાંજરાનો ઘેરાવ કરી દીપડાને અમારી નજર સામે જ ઠાર કરો તેવી માંગ કરી હતી. આથી વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે રકઝક થઇ હતી. ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. મોટી સંખ્યામાં ગ્રમજનો એકઠા થઇ એક જ માંગ કરી હતી કે અમારી સામે જ દીપડાને ઠાર કરો. આથી વન વિભાગને મુશ્કેલીમાં વધારો થયો હતો. સુડાવડ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ લોકો દોડી આવ્યા હતા અને વન વિભાગને દીપડાને ઠાર કરવાની માંગ કરી હતી. માનવભક્ષી દીપડાને લઇને ખેડૂતો પોતાના ખેતર પણ જઇ શકતા નહોતા. દીપડો પાંજરે પૂરાતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને બીજી તરફ દીપડાને ઠાર કરવા માંગ કરતા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -