પોરબંદર : રાણાવાવમાં પોલીસે ટ્રાફિક નિયમ વિશે માહિતી આપી

admin
1 Min Read

રાણાવાવ શહેરમાં આજરોજ પોલીસ પીએસઆઇ ઝાલા સાહેબ દ્વારા વાહનચાલકોને પુષ્પો આપી ટ્રાફિકના નિયમોની જાણકારી આપી હતી. વાહનચાલકો દ્વારા ટુ વ્હીલર્સ માટે હેલ્મેટ, પીયુસી, લાયસન્સ, વાહનના કાગળો હોવા જરૂરી છે તેમજ ફોરવીલ અને ભારે વાહનો માટે વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત ન કરવા જેવી બાબતો ઉપર રાણાવાવ પોલીસ પીએસઆઇ ઝાલા સાહેબે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આવતી કાલથી એટલે 1 નવેમ્બરથી ટ્રાફિકનાં નવા નિયમની અમલવારી થવાની છે. આ પહેલા ટ્રાફિકનાં નવા નિયમો અંગે મંત્રી આર સી ફળદુએ જણાવ્યુ હતુ કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થશે. કાયદા મુજબ કડક અમલવારી કરાશે. હેલ્મેટ વિહોણા અનેક ચાલકોએ જીવ ગુમાવ્યા છે. હવેથી હેલ્મેટ ન પહેરનાર સામે કડક પગલા લેવામાં આવશે. એ સિવાય પણ બીજા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે.

Share This Article