ધારેશ્વર હનુમાનજી મંદિરનું મહત્વ

admin
1 Min Read

ભગવાન શ્રીરામના પ્રિય અને સંકટ મોચન હનુમાનજીનું કલિયુગમાં વિશેષ મહત્વ છે. હનુમાનજી એ સાત લોકોમાં છે જેમને અમર રહેવાનું વરદાન મળ્યું છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન રામે હનુમાનજીને ત્યાં સુધી પૃથ્વી પર રહેવા કહ્યું છે કે જ્યાં સુધી કોઈ એકપણ વ્યક્તિ શ્રી રામનું નામ લેતો હોય. અમરેલી બાબરામાં આવેલ ધારેશ્વર હનુમાનજીના મંદિરના મેદાનમા આવેલ બંઘ બોરમાંથી પાણીના ફુવારા ઉડવાની ઘટનાથી લોકોમાં કુતુહૂલ જોવા મળ્યુ છે. નિલવડા રોડ પર ઉંચા ડુંગર પર બિરાજતા ધારેશ્વર હનુમાનજી મંદિરના મેદાનમા પાણી વગરનો વર્ષોથી ખાલીખમ એક બોર છે તેમાં અચાનક પાણીના ઉંચા ફુવારા ઉડતા મંદિરના મહંત સહિત લોકો એકઠા થયા હતા. મંદિર પાસેના મેદાનમાં દિવસમાં બે વખત પાણીના ઉંચા ફુવારા ઉડતા કેટલાક લોકો તે બાબતને શ્રધ્ધા સાથે જોડી રહ્યા છે.

Share This Article