અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જિનિયર એસોસિએશન દ્વારા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા ઉર્જા ખાતા ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ના સમૂહને લગતા લાભો અને હક્કો માટે આખરે આજે લાભપાંચમથી લડતનો આરંભ કરી દેવામાં આવ્યો છે. વડોદરાના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીની મુખ્યકચેરી રેસકોર્સ ખાતે સુત્રોચ્ચાર કરીને દેખાવો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યભરમાં તમામ કંપનીઓ ના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરીઓ ની સામે સુત્રોચાર કરીને લડતનો આરંભ કર્યો હતો. ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ વતી બળદેવ.એસ.પટેલ, બી.એમ. શાહ, ગીરીશભાઈ જોશી, આર. બી. સાવલિયા, મહેશ. એલ.દેશાણી વગેરેએ જણાવ્યુ હતુ કે, આ લડત કરતા પહેલા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા એક વર્ષ થી વધુ સમય સુધી રજૂઆતો અને ચર્ચા કરી ઉર્જાખાતાના કર્મચારીઓ ને સાતમા વેતન પંચ મુજબ એલાઉન્સ, એચ આર એ, જીએસ ઓ ૪ મુજબ ખૂટતો સ્ટાફ અને કામ ન પ્રમાણ માં વધારાનો સ્ટાફ રજા ના પૈસા રોકડ માં ચૂકવવા, મેડિકલ ના લાભો આપવા, અને અન્ય લાભો જે માંગણી કરેલ હતી. તે આપવા સતત રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક અભિગમ કે અમલવારી માટે કોઈ કાર્યવાહી કરી નથી. અલબત્ત મિટિંગ માં ચર્ચા કરવા કે લેખિત પ્રત્યુતર આપવાની પણ કોશિશ કરેલ નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
