મેનપુર ગામના તળાવની પાળમાં ગાબડું પડ્યું

admin
1 Min Read

દાહોદ જિલ્લામાં ભારે વરસાદ થતાં ગરબાડા તાલિકાના આમલી છરછોડા અને ખજુરિયા ગામમાં બે તળાવ ઓવરફ્લો થયા હતા. જેના પગલે નિચાણવાળા વિસ્તારમાંથી બસો ઉપરાંત વ્યક્તિઓને ઉંચાણવાળા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ખસેડવામાં આવ્યા હતા.. બીજી તરફ વહીવટી તંત્રને સાબદુ કરવામાં આવ્યુ હતુ. હાલમાં પરિસ્થિતિ થાળે પડી હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના તળાવની પાળમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની સ્થાનિકોને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના ની જાણ થતા તળાવની પાલને તાત્કાલિક સમારકામ કરવા તંત્રને સુચના આપવામાં આવી છે. અને ગાબડું વધુ મોટું થાય તે પહેલા તંત્ર દ્વારા JCB મશીનને બોલાવીને માટી નાખીને તેને પૂર્વમાં આવ્યું છે.

Share This Article