અમરેલી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર જાણે સામાન્ય જ બની ગઈ છે. ત્યારે વધુ એક વખત અમરેલીમાં સિંહોનું ટોળુ લટાર મારતુ નજરે પડ્યુ હતુ. અમરેલીના સાવરકુંડલા-લીલીયા રોડ તેમજ ખાંભાના મોટા સરકડીયા ગામના ખેતરમાં સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો. સાવરકુંડલા-લીલીયા રોડ પર એક સાથે 10થી 11 સિંહો રસ્તા પર જોવા મળ્યા હતા. સિંહના ટોળાને રસ્તો ક્રોસ કરતો જોઈ વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. આ દરમિયાન ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સિંહ પરિવારનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત ખાંભાના મોટા સરકડીયા ગામના ખેતરમાં પણ સિંહ પરિવારે અડિંગો જમાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેના કારણે ખેડૂતો અને મજુર ખેતરમાં જતા ડરનો અનુભવ કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ પહેલા પણ અનેક વખત સિંહ રહેઠાંણ વિસ્તારમાં ઘુસી આવ્યા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -