પોરબંદર વીમા કંપનીઓને દબાણ વધતા આડેધડ ફોર્મ સ્વીકારવાનું શરૂ કર્યું

admin
1 Min Read

પોરબંદરમાં કમોસમી વરસાદને લઈને થયેલા નુકશાન બાબતે ફોર્મ ભરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી CHC સેન્ટરના બદલે ઝેરોક્ષની દુકાનમાં ધકેલે છે.માન્યતા વગરના સ્થળે ફોર્મ ભરવા મોકલાતા ખેડૂતોની વ્યથાને લઇને કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પોરબંદરના 60 હજાર ખેડૂતો ને કમોસમી વરસાદના લીધે 2000 હેક્ટર જમીનમાં વ્યાપક નુકશાન થયું છે. જેમાં મગફળી અને કપાસના પાકને નુકશાન જતાં ખેડૂતો પાક વીમો અને નિષ્ફળ પાકની સહાય અને અને તેની અરજીઓ માટે સેન્ટરો ખોલવામાં આવ્યા છે. જો કે આ સેન્ટર પર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અને આઉટ વર્ડ ઇનવર્ડ રજીસ્ટર કર્યા વગર ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવે છે. જો કે આ અરજી સ્વીકારનાર માણસ અરજીઓ સ્વીકારવા કરતાં પોતાના ઝેરોક્ષના ધંધામાં વધુ ધ્યાન આપે છે. જે બાબતે જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરો અને આગેવાનો ખેતીવાડી અધિકારી પાસે પહોંચી આ અંગે ખુલાસો માંગતા અધિકારી પાસે કોઈ સાચો જવાબ ન મળ્યો..આ સ્થિતીમાં કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રાજ્ય વ્યાપી આંદોલન કરવાની વાત કરી છે. આમતો આ બધી બાબલમાં પીસવાનો વારો ખેડૂતોનો જ આવશે..ત્યારે ખેડૂતોનું શું થશે તે સવાલ હવે મહત્વનો બની રહ્યો છે.

Share This Article