વાહન ચાલક-ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલ

admin
1 Min Read

વડોદરાના કાલાઘોડા ખાતે વાહન ચાલકના પિતાએ બાઇકના છુટકારા માટે રોડ પર સુઈને વિરોધ કર્યો હતો. હેલ્મેટ ન હોવાથી બાઈક ચાલકની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જરૂરી દસ્તાવેજો ન હોવાથી બાઇક જપ્ત કરવામાં આવ્યું હતુ. જો કે બાઇક ચાલકનાં પિતાને જાણ કરતા બાઈક ચાલકના પિતા સ્થળ પર દોડી આવ્યા હતા અને રિતસરના રસ્તા પર સુઇ જઇને વિરોધ કર્યો હતો.

પોલીસ સાથે માથાકૂટ કરતા પીઆઇને આવવાની ફરજ પડી હતી. પીઆઇ વાહન ચલાક પિતાને સમજાવીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે તા.1લી નવેમ્બરથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા કાયદા સામે લોકોમાં ભારે રોષ છે. ત્યારે હેલ્મેટ પહેર્યા વગર કોલેજ જવા નીકળેલા સ્ટુડન્ટનું પોલીસે વાહન ડીટેઇન કરતા દોડી આવેલા પિતાએ રોડ ઉપર સૂઇ ભારે હોબાળો મચાવ્યો હતો.

એક કલાક સુધી હોબાળો મચાવનારની પોલીસે અટકાયત કરી હતી. પસાર થતાં વાહન ચાલકો પણ પોતાના વાહન ઉભા કરીને તમાશો જોવા લાગ્યા હતા. એક તબક્કે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. જોકે, આ અંગેની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને તુષારભાઇની અટકાયત કરી પોલીસ મથકમાં લઇ ગઇ હતી.

Share This Article