મુસ્લિમ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા ઇદે મિલાદ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એવામાં સુરત શહેર સિરતુન્નબી કમિટીએ ઝાંપાબજારથી પરંપરાગત રીતે નીકળતા ભવ્ય જુલૂસની જાહેરાત કરતા જ તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આગામી ૧૦ મીના રોજ રવિવારે કમિટીના આગેવાનો અને હજારો મુસ્લિમ બિરાદરોની હાજરીમાં જુલૂસ નીકળશે. ઇસ્લામ ધર્મના પયગમ્બર હજર મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારત દેશના વિવિધ શહેરોમાં ઇદે મિલાદ પર્વની ઉજવણી સાથે જ નાના-મોટા જુલૂસો નીકળે છે. પરંપરાને આધીન સુરત શહેરમાં પણ સુરત શહેર સિરતુન્નબી કમિટીએ જાળવી રાખી છે. કમિટીના પ્રમુખ સિરાજ સૈયદ શહાબુદ્દીને જણાવ્યું હતંુ કે, ૧૦ નવેમ્બરના રવિવારે ઇસ્લામ ધર્મના પયગમ્બર હજરત મોહંમદ મુસ્તુફાના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે બપોરે ૪ કલાકે ઝાંપાબજાર મુકામેથી સુરત શહેર સિરતુન્નબી કમિટીએ પરંપરાગત રીતે વિશાળ જુલૂસ કાઢવાનું આયોજન કર્યું છે. જે મુજબ જુલૂસમાં શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બડેખા ચકલા, રાંદેર, માનદરવાજા, સલાબતપુરા, ચીમની ટેકરા, સૈયદપુરા, હોડી બંગલા, ગોપીપુરા, મોમનાવાડ, નાનપુરા, બેગમપુરા, શાહપોર, ઉન, ભેસ્તાન અને નવશહીદનો ટેકરો સહિત મુસ્લિમ વિસ્તારોમાંથી નાના-નાના જુલૂસો ડી.કે.એમ. હોસ્પિટલની ગલીથી મુલ્લાજી દેવળી થઇ ઝાંપાબજાર ખાતે ભેગા થશે અને ત્યાંથી મુખ્ય જુલૂસનું આકાર બનાવશે. આ મુખ્ય જુલૂસ ટાવર થઇ ભાગળ રાજમાર્ગથી લીમડાચોક, લાલગેટ થઇ ભાગાતળાવ થઇ ચોકબજાર ચાર રસ્તાથી ગાંધી પ્રતિમાની સામેથી સાગર હોટેલની ગલીથી બડેખા ચકલાથી પસાર થઇ હજરત ખ્વાજાદાના સાહેબની દરગાહ ખાતે પહોંચી પૂરુ થશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -