સુરત : કીમ રેલવે સ્ટેશન પર મુસાફરનું અકસ્માતે મોત

admin
1 Min Read

સુરતના કીમ રેલ્વે સ્ટેશન પર મુસાફરના અકસ્માતમાં મોતનો બનાવ સામે આવ્યો છે. એક મુસાફર ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયો અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો. ત્યાં રહેલા બીજા મુસાફરો દ્વારા તેને બચાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ ટ્રેન નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. ગુજરાતમાં આવા અનેક બનાવો બની ચુક્યા છે. આ ઘટના મુસાફરની ભૂલના કારણે ઘટી હતી. ચાલુ ટ્રેનમાંથી ઉતારવા જતા મુસાફરોનો પગ લપસ્યો હતો અને વચ્ચે રહેલી જગ્યા પર પગ જતા રહેતા ટ્રેનની નીચે આવી ગયો હતો .

આ પહેલા પણ અમાવાદના એક મહિલા ટ્રેન પર ચડવા જતા પગ લપસ્યો હતો અને કમનસીબે તેમણે બચાવી લેવામાં આવ્યા હતા. ટ્રેન ચાલુ હોવાથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઇ ગઈ હતી. રેલવે પોલીસ પાસે ઉભેલા મુસાફરોએ મહિલાને પકડીને બહાર ખેંચી લીધી હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10 પર આ ઘટના બની હતી.

Share This Article