મહા વાવાઝોડાને લઇ પોરબંદર વહીવટી તંત્ર એલર્ટ

admin
1 Min Read

મહા વાવાઝોડું દરિયામાં નબળુ પડ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહા વાવાઝોડુ વેરાવળથી 680 કિલોમીટર દુર છે અને દીવથી 720 કિલોમીટર દૂર છે. કાલથી વાવાઝોડુ સૌરાષ્ટ્ર દરિયા કિનારે આગળ વધશે. જોકે, વાવાઝોડુ દરિયામાં નબળુ પડી રહ્યુ છે. વાવાઝોડુ જ્યારે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે ત્યારે 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. જેથી ભાવનગરમાં સૌથી વધારે અને જૂનાગઢ, ગીર સોમનાથમાં વાવાઝોડાની સામાન્ય અસર વર્તાશે, આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ભારે વરસાદ પડશે. વાવાઝોડું સાતમી નવેમ્બરની વહેલી સવારે ગુજરાતમાં પ્રવેશ કરશે. જેને પગલે સરકાર કોઈ આ બાબતે કચાશ રાખવા માગતી નથી. 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહીને પગલે કાચા મકાનો ઉડી જવાની પૂરી સંભાવના છે. મહા વાવાઝોડાને લઇને પોરબંદર કલેક્ટરે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં વાવાઝોડા દરમિયાન અને ત્યારબાદની તૈયારીઓની ખાસ સુચનાઓ આપવામાં આવી હતી. સાથો સાથ સમગ્ર જીલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાબદુ કરવામાં આવ્યું હતુ. સાથો લોકોને દરિયાથી દૂરવાની સુચના આપવામાં આવી હતી. કલેક્ટરે બેઠકમાં નગરપાલિકાઓને હોર્ડિગ્સ ઉતારી લેવાની પણ સુચના આપી હતી.

 

 

Share This Article