સુરત મહા વાવાઝોડાના પગલે તંત્ર અલર્ટ

admin
1 Min Read

રાજ્યમાં મહા વાવાઝોડાંને લઇને સુરતમાં તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. જેને લઇને દરિયા કિનારા વિસ્તારમાં જવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યાં છે.  જેમાં સુવાળી બીચ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ લગાવાયો છે. સુરત મનપા દ્વારા મહા વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખતી કુલ 40 ટીમો બનાવામાં આવી છે. શહેરના દરેક ઝોનમાં અધિકારી, કર્મચારીઓને અલર્ટ રહેવા સુચના અપાઇ છે. લોકોને ઝાડ અને જર્જરિત મકાનોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. જ્યારે ઘરના ટેરેસ પર કામ વગર ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જ્યારે લોકોને ખોટી અફવાથી દૂર રહેવા પણ અપીલ કરાઇ છેરાજ્યમાં મહા વાવાઝોડાંની દસ્તક વચ્ચે નવસારી તંત્ર અલર્ટ થયું છે. તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારે ન જવા દેવા માટે સુચના આપવામાં આવી છે. આમ હવે દરિયા કિનારે જવાના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા દરિયા કિનારે જવાના રસ્તા બંધ કરાયાં છે.

Share This Article