ગુજરાતમાં હાલ ચાલી રહેલ મહા વાવાઝોડાને લઇ તમામ સૌરાષ્ટ્રમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે, જેમાં તારીખ 7 નવેમ્બરના રોજ ભારત અને બાંગલાદેશ વચ્ચે પહેલી ટી-20 મેચ પર ‘મહા’ વાવાઝોડાનો ખતરો મંડળાઇ રહ્યો છે.ભારત-બાંગ્લાદેશ વચ્ચે યોજાનારી બીજી ટી-20 મૅચ ગુરુવારે સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે યોજાવાની છે.આ ઉપરાંત 6 નવેમ્બરે બુધવારે પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે કહ્યું છે કે અમે પહેલાંથી જ પીચને તૈયાર કરી રાખી છે અને તેને ઢાંકી રાખી શકાશે. અમે ઘણી મોટી આઉટફિલ્ડ કવર કરી છે. વધુમાં અમારા મેદાનની ગટર વ્યવસ્થા સારી છે એટલે વરસાદ પડશે પરંતુ મૅચમાં તે મુશ્કેલી ઊભી નહીં કરી શકે ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વીટ કર્યું કે, અને હવે રાજકોટમાં થનારી મેચ પહેલા 6-7 નવેમ્બરે પશ્ચિમી કિનારે વાવાઝોડું આવવાની શક્યતા છે, જેના કારણે સૌરાષ્ટ્ર કિનારા પર માછીમારો માટે અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આશા છે કે આ અહીં રહેનારા લોકો માટે મુશ્કેલી વાળું ન હોય. આ વર્ષે હવામાન ઘણુ અનિશ્ચિત રહ્યું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -