અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના તરશીંગડા ગામે પ્રાથમિક શાળાની જર્જરિત દીવાલ અકસ્માત નોતરે તે પહેલાં રીપેરીંગ કરવાની આચાર્યને એક વર્ષ પેહલા રજુઆત કરવામાં આવી છે. આ સંદર્ભે શિક્ષણ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા વિદ્યાર્થીઓ ઉપર જોખમ સર્જાઈ રહ્યુ છે. ખાંભા નજીક આવેલ ધારી તાલુકાના સરકારી પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ દીવાલ જર્જરિત હાલતમાં હોવાથી તરસિંગડા પ્રાથમિક આચાર્ય અને ઉપ સરપંચ દ્રારા ધારાસભ્ય સહિતના જવાબદાર વિભાગોને 30/11/18 ના રોજ લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાં બહેરા કાન ધરાવતા સરકારી જવાબદાર વિભાગે એક વર્ષ વીત્યા છતાં દિવાલ રીપેરીંગ કે નવી ન બનાવતા શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપર સતત જોખમ તોળાઈ રહ્યું છે. ભણશે ગજરાત આગળ વધશે ગુજરાતના નારા અને સ્લોગ આપતું શિક્ષણ વિભાગના રાજમા તરસિંગડા ગામ જેવા નાના અને ગીર કાંઠાના ગામમાં જર્જરિત હાલતમાં છે. કમ્પાઉન્ડની ઉભેલ તમામ દીવાલ એક વર્ષથી રજૂઆત કરવા છતાં દિવાલ નવી બનાવવામાં આવી નથી. આમાં ક્યાંથી ભણે ગુજરાત સ્લોગન સાર્થક થાય તે પહેલા જવાબદાર અધિકારી વિભાગ દ્વારા તરશીંગડા ગામની શાળાની કમ્પાઉન્ડ વોલ નવી બનાવાય તેવુ બાળકોના વાલીઓ ઈચ્છી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
