મહા વાવાઝોડાનું જોખમ ઘટી રહ્યું છે ત્યારે બુધવારે મોડી સાંજે રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. રાજકોટ સાથે ગોંડલ, કુકાવાવ પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. વાવાઝોડાની અસર માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મોવા મળી છે. જેમાં વડિયા, બાબરા, જામનગર, કાલાવડ, નિકાવા, મુળીયા, બોટાદ, ઢસાગામ, પાળીયાદ ગામ સહિત અનેક ગામોમાં વરસાદ શરૂ થયો છે. આ પહેલા મહા વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે રાહતના સમાચાર આવી રહ્યા છે કે વાવાઝોડુ દરિયામાં જ સમાઈ જશે. પરંતુ દરિયાકાઠા તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાનખાતા દ્વારા કરવામાં આવી છે. હવે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા પર નહીં ટકરાય, વાવાઝોડું દીવથી 50 કિલોમીટરના અંતરે હશે ત્યારે દરિયામાં જ નબળું પડી જશે. આ વાવાઝોડું ફરી ગુજરાત તરફ આવવાનું છોડીને પશ્ચિમ તરફ જશે અને દરિયામાં જ તે સમાપ્ત થઈ જશે. આ સાથે જ જે અતિભારે વરસાદની આગાહી હતી તે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -