અમરેલીમાં રોડ પર તરસ છીપાવતો સિંહ

admin
1 Min Read

આપણે સિંહને જંગલનો રજા કહીએ છીએ સિંહ સામાન્ય રીતે જંગલની બહાર આવતો નથી તેવામાં અમરેલી પંથકમાં સિંહ જોવા મળવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. ત્યારે અમરેલીના ધારી ઉનામા સ્ટેટ હાઇવે પર ભાર બપોરે રોડ પર સિંહ જોવા મળ્યો. દુધાળા તુલશીશ્યામ વાછેના રોડ પર સિંહ જોવા મળ્યો હતો. વર્ષોથી તરસ્યો હોય તેમ સિંહ પાણી પીતો દેખાયો. ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને દિવસે જ સિંહના દર્શન થઇ ગયા. રોડ વચ્ચે સિંહનો પાણી પીતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આજ કાલ અમરેલીમાં સિંહોનું બહાર આવવું સામાન્ય થઇ ગયું છે. લોકોને સિંહોના દર્શન થતા જ રહે છે. હાલમાં જ વરસાદના માહોલમાં આખો સિંહ પરિવાર રોડ પર જોવા મળ્યો હતો. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકોને વગર પૈસે સિંહના દર્શન થતા હોય છે.

Share This Article