વડોદરા વકીલ મંડળ દ્વારા વિરોધ

admin
1 Min Read

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સામાન્ય પાર્કિંગના મુદ્દે પોલીસ અને વકીલો વચ્ચે થયેલા વિવાદને પગલે આજે વડોદરા વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની તિસ હજારી કોર્ટેમાં સામાન્ય પાર્કિંગના મુદ્દે પોલીસ અને વકીલો વચ્ચે વિવાદ થયો હતો જેને પગલે વકીલો અને પોલીસ આમને સામને આવી ગયા હતા. જેમાં વકીલો અને પોલીસ આ ઘટનાંને લઈ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે ત્યારે આ ઘટનાને પગલે વડોદરામાં પણ વકીલો દ્વારા દિલ્હીના વકીલોના સમર્થનમાં કોર્ટ સંકુલમાં આજે રામધૂન કરવામાં આવી હતી અને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. સવારથી વડોદરા કોર્ટ સંકુલમાં વકીલોના આંદોલનના પગલે ઉતેજના ભર્યો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા વકીલ મંડળે આ બનાવને વખોડી કાઢયો હતો અને વકીલો સાથે થતા દુર્વ્યવહાર સામે વિરોધ નોંધાવ્યો હતો સાથે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરી હતી.  અત્રે ઉલ્લખનીય છે કે આજે વકીલો હડતાળ પર રહેશે અને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના છે.

Share This Article