જાફરાબાદ બંદર પર દરિયામાં હળવો કરંટ

admin
1 Min Read

અમરેલીમાં આવેલ જાફરાબાદ બંદર પર દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ, પીપાવાવ પોર્ટ,  શિયાળબેટના દરિયામા કરંટ સાથે મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. જાફરાબાદ શહેરમાં વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી મહા વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે. પરંતુ તેની અસર આખે ગુજરાતને થઇ રહી છે. હાલ સમગ્ર ગુજરાતમાં સામાન્યથી અતિભારે વરસાદ દેખાઇ રહ્યો છે. મહા વાવાઝોડાની અસર દીવ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાનાં વિસ્તારોમાં વધારે જોવા મળી રહી છે. હાલ દીવનાં દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દીવના દરિયામાં ચારથી પાંચ ફૂટ ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. મહા વાવાઝોડાના કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમરેલીમાં ટીંબી, હેમાળ, દુધાળા, છેલાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના દરિયાઇ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે ધોધમાર વરસાદ સાથે કરંટ આવતા જાફરાબાદ, પીપાવાવ, શિયાળબેટના દરિયામાં ભારે કરંટ સાથે ઉાંચા મોજા ઉછળી રહ્યા છે.

 

Share This Article