લાખણીના સેકરા ગામ શંકાસ્પદ ડિપ્થેરીયાના ભરડામાં

admin
1 Min Read

બનાસકાંઠાના લાખણીના સેકરા ગામ શંકાસ્પદ ડિપ્થેરીયાના ભરડામાં આવતા હડકમ્પ મચ્યો છે. લાખણી તાલુકામાં કુલ 24થી વધુ શંકાસ્પદ ડિપ્થેરીયાના કેસ જોવા મળ્યા હોવાની માહિતી સામે આવી છે. જેના પગલે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.  દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક્ટિવ થતા ડિપ્થેરીયાના બેક્ટેરીયાએ લાખણીના સેકરા ગામે દસ્તક દીધી છે. લાખણી તાલુકામાં કુલ 24થી વધુ શંકાસ્પદ ડિપ્થેરીયાના કેસ જોવા મળ્યા છે. જેમાં 12 કેસ સેકરા ગામમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સેકરા ગામમાં થોડા દિવસ અગાઉ શંકાસ્પદ ડિપ્થેરીયાના કારણે એક નવ વર્ષની બાળકીનું મોત થયુ હતું. જ્યાર બાદથી આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે અને અત્યાર સુધી સેકરા ગામના 500થી વધુ બાળકોને રસી આપવામાં આવી છે. મહત્વનું છે કે, ડિપ્થેરીયા એક પ્રકારના ઈન્ફેક્શનથી ફેલાતી બિમારી છે. કોરીનેબેક્ટેરીયમ બેક્ટેરીયાથી આ ઈન્ફેક્શન થાય છે. આ બેક્ટેરીયાની અસર મોટાભાગે બાળકોને થતી હોય છે. જોકે, મોટી ઉંમરના લોકોમાં પણ આ બિમારી જોવા મળતી હોય છે. બેક્ટેરીયાના કારણે સૌથી પહેલા ગળામાં ઈન્ફેકશન થવુ અને ત્યારબાદ તે ઈન્ફેક્શન શ્વાસનળી સુધી વધે છે. જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

Share This Article