તાલુકા પંચાયતના અધિકારી લાંચ લેતા ઝડપાયા

admin
1 Min Read

ભાયલી ગામના વેપારીઓને વ્યવસાયવેરાની નોંધણી કરાવવા માટેના ફોર્મ આપવા ફોર્મ દીઠ રૃા.૨૫૦૦ લેખે રૃા.૧૫ હજારની લાંચ લેતા વડોદરા તાલુકા પંચાયત કચેરીનો જુનિયર ક્લાર્ક રંગે હાથ ઝડપાઇ ગયો હતો જ્યારે નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી પોતાની કેબીનમાંથી ફરાર થઇ ગયો છે.આ અંગેની વિગત એવી છે કે ભાયલી ગામ તેમજ આજુબાજુ વિસ્તારના નાના મોટા વેપારીઓને વ્યવસાયવેરાની નોંધણી કરાવવાની હોવાથી તેમણે તાલુકા પંચાયતમાં  વિવિધ કામો માટે જતા ગામના વ્યક્તિને વ્યવસાયવેરા નોંધણી માટેનું કામ સોંપ્યું હતું. ભાયલીનો આ શખ્સ રાજમહેલ રોડ ખાતે જિલ્લા પંચાયત કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી તાલુકા પંચાયત કચેરીમાં ગયા હતા અને જુનિયર ક્લાર્ક રાજેશ નટુભાઇ ખોખરીયાને મળ્યા હતાં.રાજેશ ખોખરીયાએ છ વેપારીના વ્યવસાયવેરાની નોંધણી માટે એક ફોર્મ દીઠ રૃા.૨૫૦૦ લેખે છ ફોર્મના રૃા.૧૫ હજાર લાંચની માંગણી કરી હતી. એટલુંજ નહી પરંતુ તાલુકા વિકાસ અધિકારી તપન હસમુખભાઇ ત્રિવેદીએ પણ વેપારીઓના વ્યવસાયવેરાની નોંધ માટે લાંચ માંગી હતી. જો કે લાંચની રકમ આપવી ના હોવાથી એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફરિયાદ કરવામાં આવી હતી અને તેના આધારે મદદનિશ નિયામક બી.જે. પંડયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.બી. ગામેતીએ સ્ટાફના માણસો સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું.

 

Share This Article