સાવલી પંથકમાં વરસાદ

admin
1 Min Read

મહા વાવાઝોડાનું સંકટ તો ટળ્યું છે પરંતુ રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇકાલ બપોરથી જ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસવાનો શરૂ થઇ ગયો હતો. વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં ફરી ચોમાસુ જામ્યું છે. વડોદરાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  તેમજ ડાંગર કપાસ સહિતની ખેતીમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યો છે. નાના વહેપારીઓ અને ગ્રામીણીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પોતાનાં પાક નિષ્ફળ જવાની ચિંતા વ્યાપી છે. આ સાથે આગામી 12 કલાકમાં વાવાઝોડું ડીપ ડિપ્રેશન બનીને આગળ વધશે. આજે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Share This Article