ખાંભા ઉના સ્ટેટ હાઇવેના રાહગળા નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ભગવતીપરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મોટરસાયકલ પર સવાર ત્રણેય વ્યક્તિ ગારીયાધારના રહેવાસી છે. બે ઘાયલ યુવકોમાંથી એકની હાલત અતિ ગંભીર છે.મોટરસાયકલ પર સવાર ત્રણેય વ્યક્તિએ દારૂ પીધો હોવાનું પણ સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, ખાંભા ઉના સ્ટેટ હાઇવેના રાહગળા નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
