વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથજીનો નીકળ્યો વરઘોડો

admin
1 Min Read

પર્વોની શ્રેણી દિપાવલી પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કર્યા બાદ વડોદરામાં દેવ ઉઠી અગિયારસની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરના હાર્દસમાં માંડવી ટાવર પાસે જુના શ્રીવિઠ્ઠલનાથજી મંદિરમાંથી  વહેલી સવારથી જ ભગવાનને સોના-ચાંદીની પાલખીમાં બિરાજમાન કરાવી ભગવાન વિઠ્ઠલનાથજીનો 210મો ભવ્યાતિભવ્ય  વરઘોડો પ્રસ્થાન કરાવાયો હતો. આ વરઘોડામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ આસપાસના સ્થાનિક લોકો જોડાયા હતા. શહેરના રસ્તાઓ વિઠ્ઠલ-વિઠ્ઠલ – વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલાના કર્ણપ્રિય નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. માંડવી ટાવર નજીકથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના આ વરઘોડામાં બેન્ડવાજા, ભજન મંડળીઓ જોડાઈ હતી. આ પહેલા મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, રાજઘરાનાના સભ્યો, મેયર ડો. જિગિશાબેન શેઠ સહિત વિવિધ અગ્રણીઓએ ભગવાનની પૂજા – અર્ચના કરી આરતી ઉતારી હતી. તેમજ મંદિરને મેઘધનુષી રોશનીથી શણગારી દેવામાં આવ્યુ હતું. ભગવાનના વરઘોડામાં સામેલ થયેલા ભક્તોને અગિયારસનો ફરાળી પ્રસાદ તેમજ ફળફળાદિ આપવામાં આવ્યો હતો.

Share This Article