જેતપુર મહિલા કોંગ્રેસ દ્વારા આજે નગરપાલીકા સદસ્યા શારદાબેન વેગડાની આગેવાનીમાં મહિલાઓની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી કાઢી નગરપાલીકાના સત્તાધીશો સામે આક્ષેપ કર્યા કે શહેરના નવાગઢ, સામા કાંઠો, નરસંગ ટેકરી, દાસી જીવણપરા, જનકલ્યાણી, દેરડી ધાર, પાલિકાના આવાસો વગેરે વિસ્તારોમાં પાકા રસ્તાઓનો અભાવ છે. જ્યાં પાકા રસ્તાઓની જરૂરીયાત છે તે વિસ્તારોને બદલે સત્તાધીશોએ પોતાના ઉદ્યોગ ધંધાઓને ફાયદો થાય તેવા ઔદ્યોગીક જગ્યાએ પ્રજાના પૈસે સિમેન્ટ રોડ બનાવી તેમાં પણ પાછો ભ્રષ્ટાચાર આચર્યો અને ગ્રાન્ટનો દુરૂપયોગ પણ કર્યો છે. સફાઈ બાબતે તો શહેરના મધ્યમાં આવેલ માર્ગો પર પણ સફાઈ કરવામાં આવતી નથી. તો દૂરના વિસ્તારોની તો વાત જ શું કરવી અને શહેરમાં ભૂગર્ભ ગટરો તો શહેરીજનોના સુખાકારી માટે બનાવવામાં આવેલ પરંતુ આ ગટરો ઉભરાઈને કાયમી રસ્તાઓ પર ગંદા પાણી વહેતા સુખકારીને બદલે ગંદકી અને બીમારીની સમસ્યા બની ગઈ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -