નવસારી : ઘર ઘર સોલાર વીજળી પોહચાડવાનો નિર્ણય

admin
1 Min Read

“વિના સહકાર નહીં ઉદ્ધાર”ના વાક્યોને ચરિતાર્થ નવસારીની ગડત મંડળીએ કર્યું છે. ચીકુ, કેરી સાથે સાથે અન્ય ધાન્ય પાકોનું સારું વળતર આપ્યા બાદ આજે અમૃત મોહત્સવના દિને ઘર ઘર સોલાર વીજળી પોહચડવાનો નીર્ધાર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓમાં ગણદેવી તાલુકો અગ્રેસર રહ્યો છે. ખેડૂતોને સારા ભાવો મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતી મંડળીના કારણે ખેડૂતોનું આર્થિક ઉન્નતિ શક્ય બની રહી છે.  ત્યારે આજે ગડત મંડળીના 75  વર્ષ પૂર્ણ થતાં એક મોટો મોહત્સવ કરવામાં આવ્યો હતો અને ઘર ઘર સોલાર પેનલ રાહત દરે જગમાગાવવાનો નિર્ણય કર્યો છે. જેની શરૂઆત મંડળીમાં સોલાર વીજળી ઉત્પાદન કરીને કર્યું છે. વીજળીના તોતિંગ ભાવો સામે સોલાર સિસ્ટમ બેસાડવુંએ બચત કરવાનું ઉત્તમ સાધન બની જશે તેવું જણાવવામાં આવ્યું છે.

Share This Article