જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ આર.જી.દેસાઇને બાતમી મળી હતી કે ડભોઇની નાદોદી ભાગોળ વિસ્તારમાં કેટલાક સમયથી ખુલ્લેઆમ વિદેશીદારૂનું વેચાણ થઈ રહ્યુ છે. ત્યારે ઇદે મિલાદને લઈ જિલ્લા પોલીસ વડા સહીત એલસીબી ટીમની હાજરી પણ ડભોઇમાં હોવા છતાં પણ વિદેશીદારૂનું વેચાણ કરાતું હોવા સાથે ચોતરીયા પીર દરગાહ પાસે તળાવ તરફ જવાના રસ્તે પાણીના ટેન્કરમાં વિદેશીદારૂનો મોટો જથ્થો છુપાવેલો હોવાની બાતમી મળતા જુલૂશનો બંદોબસ્ત પૂરો કરી એલસીબીના જવાનોએ બાતમી મુજબની જગ્યાએ જઈ ટેન્કર ઝડપી પાડી ટેન્કરમાં તપાસ કરતા વિદેશીદારૂના જથ્થાની જુદીજુદી બ્રાંડ જેમાં મેક્ડોનાલ્ડ વ્હીસ્કી,રોયલ ચેલેંજ,એપીસોડ જેવી મોંઘીદાટ બ્રાંડના દારૂની 136-પેટી બોટલ નંગ-1632 કિં.રૂ.6,52,800 તેમજ ટેન્કર ની કિં રૂા.50,000 મળી મુદ્દામાલ કિં રૂા.7,02,800 સાથે વિદેશીદારૂનું વેચાણ કરનાર ગીરીશભાઇ બાબુલાલ જયસ્વાલ અને રાજુભાઇ બાબુલાલ જયસ્વાલને ભાગેડું જાહેર કરી મુદ્દામાલ ડભોઇ પોલીસને સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
