સરકાર દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત શૌચાલય બનાવીને લોકોને સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી રહી છે. પરંતુ કરમની કઠણાઈ એ છે કે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાના અમરેલીમાં ભાજપ શાસિત પાલિકા દ્વારા તમામ શૌચાલયો બંધ હાલતમાં છે તો અમુક શૌચાલયોમાં લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જાહેર શૌચાલયો શોભાના ગાંઠિયા સમાન હોય છે અને સરકારના સ્વચ્છતા મિશનના લીરેલીરા અમરેલીની ભાજપ શાસિત પાલિકા ઉડાવી રહી છે. સરકાર દ્વારા લાખોના ખર્ચે બનેલા જાહેર શૌચાલયો ફક્ત શોભાના ગાંઠિયા સમાન તેવો ઘાટ ઘડાયો છે. મોટાભાગના જાહેર શૌચાલયો બંધ હાલતમાં છે પણ જાહેર શૌચાલય પર મારવામાં આવેલી સ્વચ્છતા મિશનના બોર્ડ નજીક જ ગંદકીના થર જોવા મળી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
