ડભોઇમાં પ્રવાસીઓ માટે રેલ્વેનું આયોજન કરાયું

admin
1 Min Read

દુનિયાનું સૌથી ઊચું સ્ટેચ્યું જ્યારે ગુજરાતના આંગણે કેવડીયા ખાતે બન્યું છે ત્યારે આ સ્ટેચ્યું જોવા માટે દેશ વિદેશમાંથી સંખ્યા બંધ પ્રવાસીઓ સ્ટેચ્યુ ખાતે જતાં હોય  છે. પ્રવાસીઓને સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુ સાથે કરોડોના ખર્ચે રેલ્વે સ્ટેશન વિકાષિત કરવામાં આવી રહ્યું છે. આજ રોજ ડભોઇમાં જે ગાયકવાડી સાસણકાળનું એશીયાનું પ્રથમ નેરોગેજ રેલ્વે જંકશન હતું તેને બ્રોડગેજમાં રૂપાંતરીત કરી નવું કરવામાં આવી રહ્યું છે. તેની કામગીરી કેવી ચાલી રહી છે તે અંગેનું નિરીક્ષણ કરવા આજ રોજ ભારતના રેલ્વે મંત્રી સુરેશ.સી.અંઘાડી દ્વારા ડભોઇમાં બની રહેલ નવા જંકશનની મુલાકાત લેવામાં આવી હતી.

Share This Article