અમરેલી જીલ્લાના બગસરા શહેર અને તાલુકા ભાજપના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ એ.વી રીબડીયાને ફરી વખત પ્રમુખ રીપીટ કરવામાં આવ્યા છે. તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ સરસિયા અને શહેર ભાજપ મંત્રી તરીકે ભાવેશભાઈ મસરાણી અને મુકેશભાઈ ગોંડલીયાની વરણી કરવામાં આવી છે. ભાજપના કાર્યકરોમા ખુશી જોવા મળી રાગી છે. બગસરા શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપની કારોબારીની બેઠક બુધવારના રોજ અમરેલી જિલ્લા પ્રભારી ભરતભાઈ ગંજીપતાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ તકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિતેશભાઇ સોની, જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિકભાઇ કાનાણી, રાજુભાઈ ગીડા સહિતના ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં બગસરા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. જેમાં બગસરા શહેર તેમજ તાલુકા ભાજપની નવી કારોબારીની રચના કરવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
