રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ પવન અને કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ પડતાં ખેતરમાં પાણી પાણી થઈ જવાં પામ્યાં છે, બીજી તરફ ઉપલેટાના ખાખી જાળીયા, ગઢાળા, કેરાળા, સેવત્રામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. આ પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. તેમ છતાં ઉપલેટા પંથકમાં પડેલા કમૌસમી વરસાદને કારણે ખેડૂતોના કપાસ મગફળી તથા તમામ પાકમાં વ્યાપક નુકશાનની સાથે મોઢે આવેલો કોળીયો ઝુંટવાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ઉપલેટા પંથકમાં એક થી બે ઈચ વરસાદ પડ્યો હતો અને ખેતરોમાં પાણી ભરાયા હતાં ખેડૂતોનો સો ટકા પાક નિષ્ફળ ગયો છે. ત્યારે રાજ્ય સરકારે 700 કરોડોની રાહત કરી એ ઓછી છે સરકારે ધરતીપુત્રોને નુકશાન વળતર તાત્કાલિક આપે અને હવે સો ટકા લીલો દુકાળ જાહેર કરવો જોઈએ તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -