ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મનપા કમિશનરને આવેદન પત્ર આપી ડેંગ્યુની કામગીરી તેઓ પાસે ન કરાવવા આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રજુઆત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા હાલ શહેરના વિવિધ ભાગોમાં ડેન્ગ્યુની કામગીરી કરાવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મનપા કમિશનરને આવેદન પત્ર આપી તેઓ પાસે ડેગ્યુની કામગીરી ન કરાવવા રજુઆત કરવામાં આવી હતી અને જણાવ્યુ હતું કે છેલ્લા ત્રણ માસથી જુદીજુદી કામગીરીઓની તેઓને ટ્રેનિંગ અપાઈ છે. સવારે ૧૦ થી ૫ નો સમય ટ્રેનીંગમાં નિકળી જાય છે જેથી બાળકો પર પુરતુ ધ્યાન અપાતુ નથી. જેથી તેઓ પાસે કરાઈ રહેલી ડેગ્યુની કામગીરી ન કરાવવા રજુઆત કરી હતી . ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આવેદનમાં અમારાથી કામગીરી ન થઈ શકે તો આર.બી.એસ.કે. વિભાગ દ્વારા બહેનોને રાજીનામા મુકવાનું પણ દબાણ તેમજ ધાક ધમકી અપાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.