કરજણના જુના બજાર વિસ્તારમાં તળાવની બાજુમાં વેરાઇ માતાના મંદિરના દિવાલની આડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ખાનદાન કુટુંબના નબીરાઓને પોલીસે ઝડપી પાડતા સમગ્ર મુદ્દો કરજણ નગરમાં ટોક અપ ધ ટાઉન બનવા પામ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરજણ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ રાણા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી છાપો મારતા જુગાર રમતા મહેશભાઇ નટવરસિંહ ચાવડા, મૌલિક પ્રફુલ્લ પટેલ, ભરતસિંહ રણજીતસિંહ પઢિયાર, સંજય કાંતિ પટેલ, ગુલામ હસન મન્સુરી, જીતેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડા તેમજ પૃથ્વીસિંહ દિલીપસિંહ અટાલીયાની ધરપકડ કરી તેઓની અંગઝડતીના રૂપિયા ૧,૩૩,૮૦૦ દાવ પરના ૧૯,૪૦૦ મોબાઇલ નંગ – ૬ – ૫૦,૫૦૦ મોટરસાયકલ ૩, એક્ટિવા ૨ તથા એક વેગેનાર ગાડી મળી કુલ રૂપિયા ૬,૦૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા તમામ વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં સાતેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
