જાણો રાખડી બાંધવા માટેના શ્રેષ્ઠ મુહૂર્ત

admin
1 Min Read

આ વર્ષે 15મી ઓગસ્ટ અને રક્ષાબંઘનનો તહેવાર એક જ દિવસે આવી રહ્યો છે. દરેક લોકોમાં આ તહેવારને લઈને ઉત્સાહ જોવા મળતો હોય છે કારણ કે રક્ષાબંઘન એ એવો તહેવાર છે જેમાં બહેન દ્વારા આવનારા વર્ષમાં ભાઈની રક્ષા માટે તેના હાથમાં રાખડી બાંધી તેનું મોઢું મીઠું કરવામાં આવે છે. વિક્રમ સંવત 2075 શ્રાવણ સુદ પૂનમ આ વર્ષે ગુરુવારનાં રોજ આવતી હોવાથી જ્યોતિષો દ્વારા તેને શુભ માનવામાં આવી રહ્યું છે. આ વર્ષે પંચક અને ગુરુવાર હોવાથી સોનામાં સુગંધ ભળશે. રક્ષાબંધનમાં આખા દિવસ દરમિયાન આ વર્ષે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકશે આ ઉપરાંત બ્રાહ્મણો વહેલી સવારથી પોતાની જનોઈ બદલી શકશે રાખડી બાંધવાના શુભ મુહૂર્ત જોઈએ તો 6.16 થી 7.53 એ શુભ ચોઘડીયું, 11.10થી 12.48 એ ચલ ચોઘડીયું, 12.48થી 14.26 સુધી લાભ ચોઘડીયું, 14.26થી 16.04 સુધી અમૃત ચોઘડીયું અને 16.04થી 19.19 સુધી શુભ ચોઘડીયું છે. જો અંક શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો સવારે 9.09 વાગે, 10.10 વાગે, 11.11 વાગે, 12.12 વાગે, 12.39 વાગે શ્રેષ્ઠ મુહૂર્ત છે.

Share This Article