ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની બેઠક યોજાઈ

admin
2 Min Read

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યાગ સહકારી મંડળીની 59 મી વાર્ષિક મિટિંગ મંત્રી ઈશ્વર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં મંત્રીના હસ્તે ખાંડ ઉદ્યોગ ક્ષેત્રે સારી કામગીરી કરનારા સુગર ફેક્ટરીઓનું સન્માન કરવામાં આવ્યું,મંત્રીએ જણાવ્યું કે આ વર્ષે શેરડીનું ઉત્પાદન ગત વર્ષ કરતા ઓછું હોવાથી ખાંડનો સ્ટોક પડતર નહીં રહે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ સહકાર મંત્રી ઈશ્વર ભાઈ પટેલના હસ્તે લાઈફ ટાઈમ એચીમેન્ટ એવોર્ડ ગણદેવી સુગર ફેકટરીના અધ્યક્ષ જ્યંતીભાઈ પટેલને આપવામાં આવ્યો હતો. જ્યંતીભાઈ વર્ષોથી સુગર ફેક્ટરી સાથે જોડાયેલા છે તેમજ તેઓ રિઝર્વ બેંકના ડિરેક્ટર પણ રહી ચુક્યા છે.નર્મદા જિલ્લાની શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડાને નેશનલ સુગર ફેડરેશન દ્વારા સૌથી વધુ ખાંડ નિકાસ કરવાનો એવોર્ડ ચેરેમન ઘનશ્યામ પટેલ અને મંડળીને અપાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજયકક્ષાના કૃષી અને સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના કારણે સારામાં સારી ટેકનોજીના કારણે સુગર ફેક્ટરીઓનો વિકાસ થયો છે આ વર્ષે શેરડીનું ઓછું વાવેતર હોવાથી ખાંડનું ઉત્પાદન ઓછું રહેશે. આ વર્ષે સમગ્ર દુનિયામાં શેરડીનું વાવેતર ઓછું છે.એટલે ગત વર્ષે ખાંડનો બોફર્સ સ્ટોક પડી રહેતો હતો તે આ વર્ષે નહિ પડી રહે.હાલમાં વરસાદના કમોસમી માવઠું પડતા ખેડૂતોને નુકશાન થયું છે જેનું સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યું છે અને સર્વે બાદ તરત જ વળતર ખેડૂતોને આપવામાં આવશે. સમગ્ર દુનિયાની વાત કરીએ તો સૌથી વધુ ઉત્પાદન બ્રાઝિલ કરે છે.10 ટકા પોતે રાખે છે બાકીનું તે નિકાસ કરે છે.

Share This Article