દિવસે-દિવસે ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, તેવામાં પોલીસનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ખુદ પોલીસવાળાઓને પણ શરમ આવી જશે. ફરી એકવાર સુરત પોલીસની લૂખ્ખી દાદાગીરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. સુરતના ચોક બજાર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા પોલીસ જવાને હોટેલ માલિકને અપશબ્દો બોલી ગેરવર્તન કર્યુ હોવાનું વીડિયો ફૂટેજ બહાર આવ્યું છે. વાયરલ વિડિયોમાં પોલીસ જવાનોએ પંડોલમાં હોટેલ માલિક સાથે ગેરવર્તન કરીને અપશબ્દ વાપરીને દાદાગીરી કરતા ઉપરાંત હોટેલમાં જમતા ગ્રાહકોને ટપલી મારતા અને તેમને હોટેલમાંથી કાઢી મુકતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ જવાનોના વિવાદિત વિડિયોને લઇ લોકોમાં પણ ભારે ચર્ચા થઈ રહી છે. ક્યાં કારણોસર પોલીસ જવાનો દ્વારા હોટલ માલિક અને ગ્રાહક જોડે ગેરવર્તન કરવામાં આવ્યું. તે પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -