સુરતમાં નિઃશુલ્ક આંખ ચેકઅપનો કેમ્પ યોજાયો

admin
1 Min Read

સુરતના સોદારગર વાડ પાસેની એંગ્લો ઉર્દુ હાઇસ્કુલ ખાતે નિઃશુલ્ક આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સાથે જ ગરીબ વિદ્યાર્થીઓને હાલ શિયાળાની ઋતુ શરુ થઈ હોવાથી વિના મૂલ્યે બ્લેનકેટ આપવામાં આવ્યા હતા. સાથે જ બોલપેન, રબર, સ્કેલપટ્ટી સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સુરતના સોદાગર વાડ પાસે આવેલી એંગ્લો ઉર્દુ હાઇસ્કુલ ખાતે સ્કૂલ સંચાલકો તેમજ વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન તરફથી આંખ ચેકઅપની સાથે સ્કૂલના 245 જેટલા વિદ્યાર્થીઓને બ્લેન્કેટ સાથે બોલપેન, રબર, સ્કેલ પટ્ટી, સહિતની સામગ્રી સોસાયટીના પ્રમુખ ફારૂકભાઇ ચાંદીવાલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. એંગ્લો ઉર્દુ હાઇસ્કુલના પ્રમુખ અને વર્લ્ડ મેમણ સમાજના ફારૂક ચાંદીવાલા, હાજી ચાંદીવાલા, રિયાઝ તેલી સહિત સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આંખ ચેકઅપ માટે આવેલા દર્દીઓને વિના મૂલ્યે ચશ્માં અને મોતિયાના દર્દીઓ માટે સુરતથી રાજકોટની હોસ્પિટલમાં લઈ જઈ ઓપરેશન કરાવવામાં આવશે.

 

 

 

Share This Article