વર્લ્ડ હેરિટેજ ફેસ્ટિવલની ઉજવણી કરાશે

admin
1 Min Read

વિશ્વમાં પ્રાચીન વારસા અને હેરિટેજ ઈમારતોને ટકાવી રાખવા તેમજ તેની ગરિમા વધારવા માટે નવેમ્બર મહિનામા હેરિટેજ વીકનું આયોજન કરવામાં આવે છે. નવેમ્બર મહિનાની 19-25 તારીખ દરમિયાન યોજવામાં આવે છે ત્યારે હેરિટેજ વીકની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આપણા પ્રાચીન વારસાને પ્રોત્સાહન આપવા 23-24 નવેમ્બર દરમિયાન તેની ઉજવણી કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને અમદાવાદ હેરિટેજ ટ્રસ્ટના સહયોગથી યોજાનારા ફેસ્ટિવલમાં હેરિટેજ વૉક, વિસરાતી રમતો, હેરિટજ ટ્રેઝર હન્ટ, વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં 23 નવેમ્બરના રોજ સવારે 7 વાગે માણેક ટુ માણેક હેરિટેજ વોક યોજાશે. જેમાં માણેક બુર્જથી શરુ કરી માણેક ચોક સુધીના વિસ્તારમાં અમદાવાદના ઈતિહાસથી લઈને આધુનિક સમયની સફર વિશે માહિતી આપવામાં આવશે.

જે બાદ બપોરના સમયે અમદાવાદની પોળમાં આવેલી વિવિધ જગ્યાઓને સાંકળીને એક હેરિટેજ ટ્રેઝર હન્ટ પણ યોજવામાં આવશે.

સાંજના સમયે પ્રતિભાશાળી કવિઓ દ્વારા કવિતા તથા ગઝલ પઠનનું પણ આયોજન કરવામાં આવશે. 24 નવેમ્બરના રોજ આપણી જે પરંપરાગત રમતો હતી તેને પણ રમાડવામાં આવશે.

Share This Article