સુરત મહાનગરપાલિકા જાહેર બાંધકામ સમિતિની મીટીંગમાં સરકારના સ્ટ્રીટ વેન્ડર એકટ મુજબ રાંદેર, અઠવા અને કતારગામ ઝોનમાં 8 વેન્ડીગ માર્કેટ કે જેનો સંપૂર્ણ ખર્ચ અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર આપવાની છે. તે શહેરના ગરીબ શ્રમજીવી હોકર્સના હિતના કામ પણ શાસકોની હોકર્સ વિરોધી માનસિકતાના કારણે મુલત્વી રાખી આજદિન સુધી કોઈ અમલ કે મંજુર કરતા નથી અને શહેરના હોકર્સ સાથે અન્યાય કરી રહ્યા હોવાં આક્ષેપ કર્યા હતા. શહેરમાં વેન્ડીગ માર્કેટોનું આયોજન હોકર્સ હિતમાં આજે મળનાર જાહેર બાંધકામ સમિતિની મીટીંગમાં વધારાના કામમાં એજન્ડા પર લઈ મંજુર થાય એવી માંગણી સાથે નેશનલ એસોસિયેશન ઓફ વેન્ડર ઓફ ઈન્ડિયા ન્યુ દિલ્હી શાખા સુરત દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં કરાયો હતો. નેશનલ એસોસિએશન ઓફ વેન્ડર ઓફ ઈન્ડિયા ના સુરત એકમના પ્રમુખ શબ્બીર ચા વાલાની આગેવાનીમાં ધરણાં પ્રદર્શન કર્યો હતો. જેમાં વેન્ડર ચાલકો અને નગર સેવક અસલમ સાયકલવાલા સહિતના જોડાયા હતા.