ચોમાસું વીત્યું એને બે મહિનાની થઈ ગયા છે, છત્તાં પણ ગુજરાતમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પહેલાં મહા અને પછી ક્યાર વાવાઝોડાંને કારણે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાંભાના નાનુડીમાં કમોસમી વરસાદ થતા ખેતીના કપાસ, ઘઉં, મગફળી સહિતના પાકને ભારે નુકશાન થયુ છે. તો બીજીબાજુ સાવરકુંડલાના ઠવી વિરડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક ઈંચ જેટલો વરસાદ વરસતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, ગત સપ્તાહે બાબરા, ગોંડલ અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રાજકોટ માર્કેટ યાર્ડમાં 20 હજાર ગુણી મગફળી પલળી હતી. જેની હરાજી કરવામાં આવી નથી. ત્યારે સતત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
