રીક્ષામાં મોબાઈલ ચોરી કરનારી ગેંગ પકડાઈ

admin
1 Min Read

મોબાઈલ ચોરીની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે કતારગામ પોલીસે રિક્ષામાં મુસાફરોના મોબાઈલની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. પોલીસે રિક્ષામાંથી મોબાઈલ ચોરી કરતાં સાત શખ્સોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. કતારગામ પોલીસના હાથે ઝડપાયેલા આ તસ્કરોની ગેંગ દ્વારા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે આવતાં મુસાફરોને રિક્ષામાં બેસાડવામાં આવતાં હતાં. બાદમાં આ મુસાફરોની નજર ચુકવીને રસ્તામાં મોબાઈલ ફોનની ચીલઝડપ કરી લેવામાં આવતી હતી. એક જ મોડસ ઓપરેન્ડીથી થતી ચોરી અંગે પોલીસે વોચ ગોઠવીને સાત આરોપીને ઝડપી લીધા હતાં. પકડાયેલા ચોર પાસેથી 21 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરતના કતારગામ પોલીસને બાતમી મળી હતી કે, રિક્ષામા મુસાફરનો સ્વાંગ રચી મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગ હાલ કતારગામ વિસ્તારમા ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રિક્ષામા સવાર સાત લોકોની અટકાયત કરી હતી. પોલીસ તપાસ દરમિયાન તેઓની પાસેથી 21 જેટલા મોબાઇલ મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરતા તેઓએ ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી પોલીસે તમામ લોકોની કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે આ મોબાઇલ ચોરીથી તેઓઓ મેળવ્યા છે.

 

 

Share This Article