રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને 47 વર્ષ પૂરા થયા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીને રંગોળીથી સજાવવામાં આવી હતી. જેમાં બેટી બચાવો, સ્વચ્છતા સંદેશ સહિત વિવિધ સંદેશાઓને રજુ કરતી રંગોળી તૈયાર કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસે નગરપાલિકાની કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે, 19 નવેમ્બર 1973માં રાજકોટ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે. ત્યાર બાદ ક્રમશ: અલગ અલગ સુવિધા અને વિકાસ કામો શરૂ થયા હતા. છેલ્લા એક દશકામાં શહેરીજનોની સુવિધામાં મહાનગરપાલિકાએ મોટો વધારો કર્યો છે. 10 વર્ષમાં શહેરમાં અનેક મોટી સુવિધાઓ જોવા મળી રહી છે.
તેમજ હાલમાં જ મુખ્યમંત્રી વિજય રુપાણીએ તાજેતરમાં રાજકોટ શહેરને ફાટકમુક્ત કરવાની જાહેરાત કરી છે. જે અંગે પણ પ્લાનિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી એબીડી હેઠળ સ્માર્ટ પાર્કિંગ, ટ્રાફિક સિગ્નલ સહિતની સુવિધા પણ આગામી સમયમાં ઊભી કરવામાં આવશે.