દેડીયાપાડા ખાતે ટ્રાફિક વિભાગની નવી ઝુંબેશ

admin
1 Min Read

રાજ્યમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય તેવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે પણ ટ્રાફિક વિભાગ દ્વારા પણ   ટ્રાફિકના નિયમોનું વધુમાં વધુ પાલન થાય તે માટે રાહદારીઓને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દેડીયાપાડા પોલીસ સ્ટેસન દ્વારા રાહદારીઓને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું વધુમાં વધુ પાલન કરવામાં આવે તેવા હેતુસર વાહન ચાલકોને ફૂલ આપવામાં આવ્યા હતા.    પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિક નિયમોનું ભંગ કરનારા લોકોને ફૂલ આપી નિયમનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. જે અંતર્ગત દેડીયાપાડા આરટીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે વાહન ચાલકોને ફૂલ આપી ટ્રાફિકના નિયમનું પાલન કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

 

Share This Article