અમરેલી બગસરાના ખારી ગામે રાજ્ય સરકાર દ્વારા પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓનું સ્થળે જ કામ થતાં અરજદારોમાં પણ ખુશી જોવા મળી હતી. આ તકે ઈન્ચાર્જ મામલતદાર પ્રશાંત ભીંડી તેમજ દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બગસરા તાલુકાના ખારી ગામે રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડવાના હેતુસર પાંચમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની 57 ઉપરાંત વિવિધ લક્ષી સેવાનો લાભ સીધો સ્થળ પર મળે તેવા હેતુ અન્વયે ખારી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત લોકોને સરકારી યોજનાની સ્થળ પર માહિતી આપવામાં આવી હતી તેમજ અરજદારોની અરજીનું પણ સ્થળ પર નિકાલ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
