સુરત:વિશ્વ અકસ્માત દિવસ નિમિતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

ભારતભરમાં દર વર્ષે રોડ અકસ્માતના કારણે લાખો લોકો મૃત્યૃને ભેટે છે, ત્યારેમાનવીની મહામૂલી જિંદગીને અકસ્માતોથી બચાવી શકાય તે આશયથી અને લોકજાગૃત્તિ કેળવી અકસ્માતોમાં ઘટાડો કરવા તેમજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવાના આશય સાથેવિશ્વમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે ‘વિશ્વ અકસ્માત સંભારણા દિવસ- વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સફોર રોડ ટ્રાફિક વિક્ટિમ્સ’ની ઉજવણી શહેરના વનિતા વિશ્રામ ખાતે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જેમાં અકસ્માતમાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જેઓએ જીવ ગુમાવ્યો તેમના પરિવારજનો અને પોલીસ તથા 108ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રાફિક એસીપી એચ.ડી મેવાડાએ કહ્યું હતું કે અહંકારની વૃત્તિનો ત્યાગ કરીને પહેલા આપની ભાવના રાખીને બીજાને નીકળવાનો રસ્તો આપવો જોઈએ.પોતાનો ઇગો છોડીને હેલમેટ ,સીટબેલ્ટ બાંધીને ટ્રાફિકના નિયમો પાળવા પર ભાર મૂક્યો હતો. 2018માં ગુજરાતમાં 18769 રોડ અકસ્માત થયા હતા.જેમાં 7996 લોકોનું મોત નિપજ્યું હતું. સુરત શહેરમાં રોડ અકસ્માતના 730 બનાવ બન્યા હતા. તેમાં 220 લોકોનું મોત નિપજ્યું હતું.

Share This Article