રાજકોટમાં એક રાતમાં જ એક સાથે દશ કાર નિશાન બનતા દેકારો મચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં મહારાષ્ટ્ર પાસિંગની કાર હોવાનું ખુલ્યું હતું. કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ મુંબઇમાં હોવાની ચોક્કસ હકીકત મળતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે મુંબઇના તલોજા, મુંબ્રા અને વસઇ ખાતેથી અહેમદ ઉર્ફે લદન જમીલખાન (ઉ.વ.49), મીનાઝ અહેમદ હુનેરકર (ઉ.વ.43) અને જમીલ મહમદ કુરેશી (ઉ.વ.55)ને ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓ પાસેથી વેગનઆર અને હોન્ડાસિટી કાર તેમજ ડિસમિસ સહિત કુલ રૂ.2,00,500નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયને રાજકોટ લઇ આવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે જમીલ કુરેશી સહિતના શખ્સોએ અગાઉ ભીલાડમાં સોની વેપારીને છરીનો ઘા ઝીંકી લૂંટ ચલાવી હતી, ખૂંખાર ગેંગને પકડવા પોલીસ મુંબઇ પહોંચી ત્યારે વેશ પલટો કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા સહિતની ટીમે જમીલને પકડવા બે દિવસ જમીલના ઘર નજીક કારમાં બેઠા રહ્યા હતા અને આરોપી જમીલ કાર લઇને નીકળતાં જ તેને ઝડપી લઇ અન્ય બે આરોપીને પણ દબોચી લીધા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -