લાખણીમાં લેબોરેટરી અને ડોક્ટરો વચ્ચે મીલીભગત

admin
1 Min Read

બનાસકાંઠાના લાખણીમાં લેબોરેટરી અને ડોક્ટરો વચ્ચે મીલીભગત હોવાની ચર્ચાઓ હાલ લોકમુખે ચર્ચાઈ રહી છે. લાખણીમાં આરોગ્ય વિભાગની રહેમનજર હેઠળ છેલ્લા ઘણા સમયથી ડોક્ટરના નામના બોર્ડ લગાવીને અન્ય લોકો ધૂમ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમજ મોટાભાગે ત્યાં ડોક્ટરની હાજરી પણ જોવા મળતી નથી. તેમ છતાં આરોગ્ય વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. હાલ ડેન્ગ્યુ અને ડીપ્થેરીયા અને વાઈરલ ફીવરs સમગ્ર લાખણી તાલુકાને બાનમાં લીધો છે. ત્યારે સ્વાભાવિક રીતે દવા કરતાં પહેલાં ડોક્ટર અને દર્દી લોહીના રીપોર્ટ કરાવે છે અને એના આધારે સારવાર કરાવે છે લાખણીમાં આવેલ લેબોરેટરીમાં રિપોર્ટ અલગ અલગ આવે છે તેવી મૌખિક રાડ લોકો કરતા આવે છે પણ તાજેતરમાં એમ.જે.પટેલ નામના અરજદાર કષ્ટભંજન નામની લેબોરેટરીમાં વિડાલનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. તેણે અન્ય શ્રીજી અને સૂર્યા નામની લેબોરેટરીમાં પણ વિડાલનો રિપોર્ટ કરાવતાં તે નેગેટિવ આવ્યો હતો. જેના કારણે દર્દીને શંકા થઈ રહી હતી કે કઈ લેબોરેટરીનો રીપોર્ટ સાચો? ત્યારે લાખણીમાં કાર્યરત આ ત્રણેય લેબોરેટરીની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને ક્લોઇફાઇડ સ્ટાફ અને અત્યાધુનિક મશીનરીથી આ લેબોરેટરી ચાલે છે કે પછી લાલીયાવાડી ચાલી રહી છે તેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Share This Article