રાજ્યમાં વધુ એક હની ટ્રેપનો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. રાજકોટના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. ગોંડલમાં રહેતા પટેલ કોન્ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવી દસ લાખની માંગણી કરી રૂ.ર.83 લાખની રકમ પડાવી લેનાર અને પોલીસમેનનો સ્વાંગ રચનાર એક પુરુષ શખ્સ અને બે મહિલા વિરુધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા અને ગોંડલમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઇ દેસાભાઇ વસોયાને બે યુવતીએ ફસાવ્યા પછી સાગરીતને પોલીસમેન તરીકે રૂા.2.83 લાખ પડાવી લેવામાં આવી હતી. આ ગુનામાં નકલી પોલીસ અને બે યુવતીને કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. પોલીસ તપાસમાં સામે આવેલ વિગત મુજબ, સંજય જેઠાભાઈ વસોયા નામના પટેલ યુવાનને આઠેક માસ પહેલા હનીટ્રેપમાં ફસાવીને પાંચ કોરા ચેક તથા રૂ.ર.83 લાખની રોકડ રકમ પડાવી લેવામાં આવી હતી. આ ટોળકીએ અન્ય કેટલા લોકોને ફસાવ્યા છે એ જાણવા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -